Posts

Showing posts from October, 2017

ઉત્પત્તિ 1

1. આદિએ દેવે આકાશ તથા પૃથ્વિ ઉત્પન્ન કર્યાં. 2. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી,' અને જળનિધિ પર અંધારું હતું,' અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. 3. અને દેવે કહ્યું, અજવાળું થાવો, ને અજવાળું થયું. 4. અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે,' અને દેવે અજવાળું તથા અંધારું જુદાં પાડયાં. 5. અને દેવે અજવાળાને દહાડો કહ્યો, ને અંધારાને રાત કહી. અને સાંજ થઈ તથા સવાર થઈ, પહેલો દિવસ. 6. અને દેવે કહ્યું કે, પાણીને વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદાં કરો.  7. અને દેવે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની તળેનાં પાણીને અંતરિક્ષની ઉપરનાં પાણીથી જુદાં કર્યાં,' અને તેવું થયું. 8. અને દેવે અંતરિક્ષને આકાશ કહ્યું. અને સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ. 9. અને દેવે કહ્યું કે, આકાશ તળેનાં પણી એક જગામાં એકઠાં થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ,' અને તેવું થયું. 10. અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠાં થયેલાં પાણીને સમુદ્રો કહ્યા, અને દેવે જોયું કે તે સારું છે.  11. અને દેવે કહ્યું કે, પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેનાં બીજ પોતામાં છે, તેઓને પૃ...